હરિધામ-સોખડાથી છેડો ફાડી પોતાનો અલગ ચોકો રચનારા પ્રબોધસ્વામીના સમર્થક સાધુ આનંદસાગરે અમેરિકાની ધરતી પર દેવાધિદેવ મહાદેવનું અપમાન કરતો વાણી-વિલાસ કર્યો હતો. જેના પડઘા મહાદેવના ભક્તોમાં પડતા વિવાદ સર્જાયો છે.અમેરિકાની ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલા સાધુ આનંદ સાગરે તા.26મી ઓગસ્ટે શિબિરમાં વાણીવિલાસ કર્યો હતો. જેમાં, પ્રબોધસ્વામીનો મહિમા વધારવા ગપગોળા હંકારતા જણાવ્યું હતું કે આત્મીય વિદ્યાધામની ધરતી ઉપર રહેતા નિશિત નામના સત્સંગી યુવાનને પ્રબોધસ્વામીએ કહ્યું હતું કે આત્મિય વિદ્યાધામના ગેટ પાસે જા, સાધુની આજ્ઞા માની નિશિત મેઇન ગેટ પાસે પહોંચ્યો હતો.